જીવન જીવવાની જડીબુટ્ટી....

૧ . દરરોજ ૧૦ થી ૩૦ મિનિટ ચાલવા જાઓ અને હા , ચાલતી વખતે ચહેરા પર હળવું સ્મિત હોય તો ઉત્તમ !
૨ .. દરરોજ ઓછામાં ઓછી ૧૦ -30 મિનિટ માટે એકાંતમાં બેસો .

૩ . દરરોજ ૭ કલાક ઊંધો .

૪ . જોશ , ઉત્સાહ અને કરૂણા આ ત્રણ મહત્વના ગુણો છે જીવનમાં .

૫ . નવી રમતો શિખો / રમો .

૬ . ગયા વર્ષે કરતાં આ વર્ષે વધારે પુસ્તકો વાંચો .

૭ . ધ્યાન , યોગ અને પ્રાર્થના માટે સમય ફાળવો .

૮ . ૭૦થી વધારે ઉંમરના અને ૭થી ઓછી ઉંમરના લોકો સાથે સમય ગાળો . દરરોજ શક્ય ન હોય તો અઠવાડિએ .

૯ . જાગતાં સપનાં જુઓ ..

૧૦ .. પ્લાન્ટ ( ફેકટરી ) માં બનતી વસ્તુઓ કરતાં પ્લાન્ટ ( છોડ ) માં ઊગતી વસ્તુઓને ખોરાકમાં મહત્વનું સ્થાન આપો .

૧૧ . પુષ્કળ પાણી પીઓ .

૧૨ . દરરોજ ઓછામાં ઓછા ત્રણ વ્યક્તિના ચહેરા પર સ્મિત લાવો .

૧૩ .... ચર્ચા / નિંદા / કુથલીમાં સમય ન બગાડો .

૧૪ . ભૂતકાળ ભૂલી જાઓ . ખાસ કરીને પતિ / પત્નીની ભૂલો . વર્તમાનકાળનો આનંદ લો .

૧૫ . રાજાની જેમ સવારનો નાસ્તો કરો , રાજકુમારની જેમ બપોરનું ભોજન લો અને ભિખારી જેટલું રાત્રે જમો !

૧૬ . દરેક દલીલની સામે જીતી શકવાના નથી , મતભેદ સ્વિકારી લો .

૧૭ . સરખામણી કરવાનું છોડો . ખાસ કરીને પતિ / પત્નીની સરખામણી .

૧૮ . તમારા સુખનું કારણ ફક્ત તમે છો .

૧૯ . દરેકને માફી બક્ષો .. ક્ષમા વીરસ્ય ભૂષણમ્

૨૦ . બીજા લોકો તમારા માટે શું વિચારશે એવા વિચાર છોડો .

૨૧ . ભગવાન સૌનું ભલું કરશે .

૨૨ . ગમે તેટલી સારી કે ખરાબ પરિસ્થિતિ હશે , બદલાશે જરૂર .

૨૩ . માંદા પડશો ત્યારે તમારો બૉસ નહીં પણ તમારા મિત્રો તમારી સંભાળ રાખશે , માટે મિત્રોના સંપર્કમાં રહો .

૨૪ . નકામી , નઠારી અને જેમાંથી આનંદ ન મળે તેવી વસ્તુઓથી દૂર રહો .

૨૫ . ઈર્ષા સમયનો બગાડ છે . તમને જોઈતું બધું તમારી પાસે છે .

૨૬ . ઉત્તમ હજી આવવાનું બાકી છે .

૨૭ . ગમે તેવો ખરાબ મૂડ હોય , ઊઠો , તૈયાર થાઓ અને બહાર આંટો મારી આવો .

૨૮ . દરરોજ સવારે ઊઠીને ભગવાનનો આભાર માનો .

૨૯ . આ જડીબુટ્ટીઓનું સેવન કરો અને સગા વ્હાલાઓને પણ જણાવો .