ડાળખી ની જેમ જરા ઝુકી ને જોયું તો

ડાળખી ની જેમ જરા ઝુકી ને જોયું તો

યમુના માં વહેતો ઘનશ્યામ !

પાછલી પરોઢ ના આછા ઉજાસ માં સરી પડ્યું નીંદર નું મોતી

મોતી વીણું ને મારા પોપચામાં મોરપીંછ

આંખ ને ઠેકાણે હું જોતી

આંગણી ની જેમ જરા મૂકી ને જોયું તો

હોંઠ પર વાંસળી નું નામ !

ખુલ્લી સવાર ના વિખરાયા વાળ માં

રહી રહી ને હું જ મને ગુંથું,

ગુંથું ગુંથું ને તો ય વાયરા માં ફરફરતી

ઓઢણી ની જેમ જરા ટહુકીને જોયું તો

ભૂરું આકાશ નર્યું શ્યામ....



મનહર જાની