ગરબો
મારા નિત્ય ઉઘાડા દ્વાર મારા બાળકડાને કાજે
મારા ખુલ્લા છે દરબાર , મારા બાળકડાને કાજે
મારા બાળકળાને કાજે -મારા બાળકડાને કાજે
હું તો નિત નિત જોતી વાટ મારા બાળકડાને કાજે
કોઈ માં માં કરતા આવે કોઈ અંબા અંબા ધૂન મચાવે
પ્રેમ દિલ મારું ઉભરાય મારા બાળકડાને કાજે
કોઈ ભાવ પુષ્પને લાવે કોઈ પ્રેમ પ્રદીપ પ્રગટાવે
મારું હદય દોડી ત્યાં જાય મારા બળકડાને કાજે
કોઈ ટળવળતા મુજ માટે કોઈ રોતા હૈયા ફાટે
નહિ નહિ એ જોઈ શકાય મારા બાળકુડાને કાજે
કલ્યાણ દયા એ મારા મને પ્રાણ સમા છે પ્યારા
મારા બંધ રહે નહિ બાર મારા બળકડાને કાજે
અનુવાદ:ચન્દ્રા